હૃદયસ્પર્શી રક્ષાબંધન ! 9 વર્ષની બહેનના અંગદાન કરાયેલા હાથથી ભાઈએ બંધાવી રાખડી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 3:30 PM

વલસાડમાં પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ પુરતી એક અનોખી ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા મિસ્ત્રીના હાથનું દાન કરવામાં આવ્યું હતું.

વલસાડમાં પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ પુરતી એક અનોખી ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા મિસ્ત્રીના હાથનું દાન કરવામાં આવ્યું હતું. આ ઈતિહાસની પ્રથમ ઘટના હતી કે જ્યારે આટલી નાની વયની દીકરીના અંગનું દાન આપવામાં આવ્યું હોય. ત્યારે જેણે રિયાના હાથનું દાન મળયું. તેવી અનમતા અહેમદે રિયાની ફરજ નિભાવી. ત્યારબાદ મુંબઈથી રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી છે. ત્યારે પોતાની મૃત બહેનના હાથથી રાખડી બંધાવતી વખતે ભાઈ અને બહેન બંનેની આંખ આસુથી ભરાઈ ગઈ. ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠ્યો છે.

અંગદાનમાં મળેલાં હાથથી બાંધી રાખડી

ઓક્ટોબર 2022માં વીજ કરંટને કારણે અનમતાને જમણો હાથ ખભાના ભાગથી ગુમાવવો પડ્યો હતો. ત્યારે યુવાનીમાં ડગ માંડતી અનમતાને તો જાણે નવો હાથ નહીં. પણ રિયા નામની નવી પાંખો મળી. તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનો ઋણી છે. તો રિયાના માતાપિતાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈ વ્હાલ કર્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો