Breaking News : હરણાવ નદીના ધસમસતા પ્રવાહથી પોળોના શાર્ણેશ્વરથી જૈન મંદિરનો રસ્તો ધોવાયો, પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ, જુઓ Video

Breaking News : હરણાવ નદીના ધસમસતા પ્રવાહથી પોળોના શાર્ણેશ્વરથી જૈન મંદિરનો રસ્તો ધોવાયો, પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 26, 2025 | 12:43 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠા વિસ્તારમાંથી મનમૂકીને વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હરણાવ નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠા વિસ્તારમાંથી મનમૂકીને વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હરણાવ નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પોળો ફોરેસ્ટનો માર્ગ નદીના પ્રવાહમાં ધોવાયો છે.

હરણાવ નદીના પાણીમાં રસ્તો ધોવાયો

હરણાવ નદીના ધસમસતા પાણીમાં મુખ્ય માર્ગનું ધોવાણ થયું છે. પોળો ફોરેસ્ટમાં મુખ્ય બે જગ્યાઓ પર રસ્તો તૂટી ગયો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ થયો છે. રસ્તાના ધોવાણના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ પણ બંધ થયો છે. અનેક જગ્યાઓ પર વીજ પોલ પણ ધરાશાયી થતા નુકસાન થયું છે. સલામતીને ધ્યાનમાં રાખી પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. હરણાવ નદીમાં ઘોડાપૂરને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ

ઉલ્લેખનીય છે કે હરણાવ નદીમાં ધોધમાર પાણીના પ્રવાહથી પોળો ફોરેસ્ટમાં મુખ્ય બે જગ્યાઓ પર રસ્તો તૂટી ગયો છે. પોળો ફોરેસ્ટમાં આવેલા શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ થયો છે. તેમજ ત્યાં અનેક વીજપોલ ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો