Ahmedabad : કુદરતી આપદાઓમાં રાહત માટે સાબરમતી નહેર પર HADRની વિશેષ કવાયત, જુઓ Video

Ahmedabad : કુદરતી આપદાઓમાં રાહત માટે સાબરમતી નહેર પર HADRની વિશેષ કવાયત, જુઓ Video

| Edited By: | Updated on: May 31, 2025 | 10:57 AM

અમદાવાદમાં આજે માનવીય સહાયતા અને આપદા રાહત વિભાગ (HADR) દ્વારા વિશેષ કવાયત યોજાઈ હતી. ચોમાસું નજીક છે ત્યારે શક્ય કુદરતી આફતોમાં રાહત અને બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે અંગે આ મૉકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કવાયતમાં NDRF (NATIONAL DISASTER RESPONSE FORCE), SDRF, NCC, પોલીસ, અને સિવિલ ડિફેન્સના દળોએ સહભાગીતા નોંધાવી હતી. દરેક વિભાગે પોતાના સાધનો, તાલીમ અને કુશળતાની અભિનવ રજૂઆત કરી. ખાસ કરીને પૂર જેવી સ્થિતિમાં કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે બચાવ કામગીરી કરી શકાય તેની જીવંત પ્રદર્શન આપવામાં આવી.

NDRFના જવાનો દ્વારા બચાવ બોટ, દોરડાની મદદથી લોકોને સલામત બહાર લાવવાની રીત, તેમજ ડ્રોન દ્વારા જરૂરીયાતની વસ્તુઓ કેવી રીતે પહોચાડી શકાય તેનો પણ પ્રયોગાત્મક દેખાવ કરાયો. સેના દ્વારા સ્થળાંતર પ્રક્રિયા અને રાહત શિબિરો સુધી અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરીનું દૃશ્ય રજૂ થયું.

આ કવાયતનો ઉદ્દેશ એ રહ્યો કે આપત્તિના સમયમાં સંયુક્ત પ્રયાસો દ્વારા કેટલી ઝડપથી અને સુઘડ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગે તંત્ર તૈયાર રહે. આજે દેશભરના અનેક રાજ્યો તથા ગુજરાતના 18 જિલ્લાઓમાં યુદ્ધની સતર્કતાના ભાગરૂપે મૉકડ્રિલ યોજાનાર છે, પરંતુ અમદાવાદમાં આ વિશિષ્ટ કવાયત એ દિશામાં પહેલરૂપ રહી.

આ પ્રકારની કવાયતોથી અધિકારીઓ તેમજ દળોને વાસ્તવિક પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવાની તૈયારી મળતી રહે છે, અને લોકોમાં પણ વિશ્વાસ જગાવાય છે કે આપત્તિના સમયે તેઓ એકલાં નથી.