Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video

Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 24, 2025 | 1:36 PM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. સોમનાથમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી થશે.

તીર્થ સ્થળોએ QRT (ક્વિક રીસ્પોન્સ ટીમ)ની સંખ્યા વધારાઇ છે. અંબાજીમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ. ડોગ સ્ક્વોડ અને આધુનિક ઉપકરણોથી તપાસ કરવામાં આવી રહી છે. દ્વારકામાં પણ તંત્રએ સુરક્ષામાં વધારો કર્યો. બોમ્બ સ્કવોડે મંદિરના વિવિધ પરિસરમાં તપાસ કરી.

તંત્રએ તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવેલા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના તીર્થ સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જમ્મુ – કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે સોમનાથમાં પથિક સોફ્ટવેરથી પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવશે. QRT (ક્વિક રીસ્પોન્સ ટીમ)ની સંખ્યા વધારાઈ છે. તેમજ દ્વારકામાં પણ તંત્રએ સુરક્ષામાં વધારો કર્યો છે. બોમ્બ સ્કવોર્ડ મંદિરના વિવિધ પરિસરમાં તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો