ગુજરાતી વીડિયો : ટુ વ્હિલર તો ઠીક અહીં તો લોકો હેલિકોપ્ટરને ધક્કો મારીને ચલાવી રહ્યા છે, જુઓ Viral Video
આ હેલિકોપ્ટર વાદળી તથા સફેદ રંગનું છે અને તેની ઉપર VT-TBB લખેલું છે તેમજ હેલિકોપ્ટર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જ છે અને તેને ધક્કો મારીને હેલીપેડ સુધી લઈ જવામાં આવી રહ્યું છે અને હેલિકોપ્ટરને ધક્કો મારી રહેલા બાળકો તથા યુવાનો, મજાથી ધક્કો મારો ધક્કો મારો, રીલ બનાવો એમ ગુજરાતીમાં બોલતા સંભળાય છે.
તમારું વાહન બગડી જાય તો તમે તેને ધક્કો મારીને આગળ લઈ જાવ છો અને તમારા વાહનને ચલાવવા માટે પ્રયત્ન કરો છો પરંતુ તમે આવા વાહનોમાં સાયકલ, બાઇક કે કાર જેવા મધ્યમ વાહનનો સમાવેશ થાય છે પરંતુ શું તમે એવું વિચાર્યું છે કે તમારી પાસે વિમાન કે હેલિકોપ્ટર હોય તો તેને ધક્કો મારીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જેમાં જોવા મળ્યું હતું કે કેટલાક બાળકો અને યુવાનો હેલિકોપ્ટરને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યા છે. આ બધા લોકો હેલિકોપ્ટરને ધક્કો મારી મારીને મુખ્ય હેલિપેડ સુધી લઈ જતા જોવા મળે છે. આ વીડિયો બનાસકાંઠાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તે બાબતની પુષ્ટિ મળી નથી. પરંતુ હેલિકોપ્ટરને ધક્કો મારતી વખતે બાળકો તથા યુવાનો ગુજરાતીમાં વાત કરી રહ્યા છે આથી આ વીડિયો ગુજરાતનો છે તે બાબતમાં કોઈ શંકા નથી.
કેવી રીતે આવ્યું હેલિકોપ્ટર
આ હેલિકોપ્ટર વાદળી તથા સફેદ રંગનું છે અને તેની ઉપર VT-TBB લખેલું છે તેમજ હેલિકોપ્ટર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જ છે અને તેને ધક્કો મારીને મુખ્ય ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવી રહ્યું છે અને હેલિકોપ્ટરને ધક્કો મારી રહેલા બાળકો તથા યુવાનો મજાથી ધક્કો મારો ધક્કો મારો, રીલ બનાવો એમ ગુજરાતીમાં બોલતા સંભળાય છે.
સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થાય છે વિવિધ વીડિયો
સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એક સાથે સિંહનો પરિવાર દરિયાકાંઠે લટાર મારતો હોય તેવો અમરેલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. તો અગાઉ ચોરવાડના દરિયામાં આખલા યુદ્ધ જામ્યું હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો.