AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : પાટણમાં કમોસમી વરસાદનો કહેર,એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ,વિદ્યાર્થીઓનું સ્કૂલમાંથી રેસ્ક્યૂ

Gujarati Video : પાટણમાં કમોસમી વરસાદનો કહેર,એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ,વિદ્યાર્થીઓનું સ્કૂલમાંથી રેસ્ક્યૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 10:49 PM
Share

ગુજરાતમાં પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા

ગુજરાતમાં પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208  બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરાયું છે.

આગામી કલાકોમાં  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી કલાકોમાં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, તાપી, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, મોરબીમાં પવન સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(With Input, Sunil Patel, Patan ) 

Published on: Mar 18, 2023 09:59 PM
g clip-path="url(#clip0_868_265)">