Gujarati Video : પાટણમાં બે સગા ભાઈઓનું હાર્ટએટેકથી મોત, અણધારી વિદાયથી પરીવાર પર શોકની કાલીમા છવાઈ, જુઓ VIDEO

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 2:11 PM

આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ બેંકની બહાર ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે.

પાટણમાં એક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઈએ અનંતની વાટ પકડી છે અને એક સાથે બે ભાઈઓના મોતથી પરિવાર નોધારો બન્યો છે. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ બેંકની બહાર ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું હતું.

આ પણ વાંચો : Gujarati Video : પાટણ નશામુક્તિ કેન્દ્રમાં યુવાનને માર મારવાની વધુ એક ઘટના, 8 લોકો સામે નોંધાયો ગુનો

આ સમાચાર નાના ભાઇને મળતાં પહેલાં તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતાં કહે છે કે, ‘કોઇ હિંમત ન હારતા…’ પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે. જેથી તેમને પણ તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. એક તરફ મોટા ભાઈના મૃતદેહની અંતિમવિધીની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા.

આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું. ત્યારબાદ બંને ભાઈઓની અંતિમવીધી સાથે જ કરાઇ. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati