Gujarati Video : પાટણ નશામુક્તિ કેન્દ્રમાં યુવાનને માર મારવાની વધુ એક ઘટના, 8 લોકો સામે નોંધાયો ગુનો

Gujarati Video : પાટણ નશામુક્તિ કેન્દ્રમાં યુવાનને માર મારવાની વધુ એક ઘટના, 8 લોકો સામે નોંધાયો ગુનો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 5:54 PM

પાટણના (Patan) ચાણસ્મા તાલુકાના લણવાના નશામુક્તિ કેન્દ્રમાં યુવકને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે 8 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાટણ જિલ્લાના વધુ એક નશામુક્તિ કેન્દ્રમાં ફરી યુવાનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતવાર વાત કરીએ તો પાટણના ચાણસ્મા તાલુકાના લણવાના નશામુક્તિ કેન્દ્રમાં યુવકને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે 8 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મોરબી જિલ્લાના ટંકારાના યુવકને લણવાના નશામુક્તિ કેન્દ્રમાં માર માર્યો છે. હાલ તો પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

નશામુક્તિ કેન્દ્રના સંચાલકો અને કેટલાક શખ્સોએ માર્યો માર

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે નવજીવન ટ્રસ્ટ નામે નશા મુક્તિ કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્રમાં પણ એક યુવકને માર મરાયો હોવાની માહિતી સામે આવી છે. મોરબી જિલ્લાના ટંકારાનો એક યુવક પોતાના નશાની લત છોડાવવા માટે આ નશામુક્તિ કેન્દ્રમાં આવ્યો હતો. જો કે આ નશા મુક્તિ કેન્દ્રમાં આ યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. નશા મુક્તિ કેન્દ્રના સંચાલકો તેમજ તેમાં રહેતા કેટલાક શખ્સો દ્વારા તેને માર માર્યો હોવાની ઘટના બની છે.

નશા મુક્તિ કેન્દ્રમાં યુવકને માર મારવામાં આવતો હોવાની ઘટનાની જાણકારી મળતા જ પોલીસ દોડતી થઇ ગઇ છે. વધુ તપાસ માટે ચાણસ્મા પોલીસ અને પાટણ DySP સહિતના અધિકારીઓ પણ લણવા ગામે પહોંચી ગયા છે. આ ઘટનામાં 8 લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણમાં અગાઉ આવી જ ઘટના બની હતી

આ પહેલા પાટણના સરદાર કોમ્પલેક્સમાં ચાલતા નશામુક્તિ કેન્દ્રમાં પણ એક ઘટના બની હતી. પાટણમાં 21 દિવસ પહેલા થયેલા યુવકના મોત મામલે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. 17 ફેબ્રુઆરી 2023ના રોજ પાટણના સરદાર કોમ્પલેક્ષમાં ચાલતા જ્યોના નશામુકિત કેન્દ્રમાં મહેસાણાના મોટીદાઉ ગામનો 25 વર્ષિય હાર્દિક રમેશ સુથાર નામના યુવકનુ મોત થયું હતું.

યુવક નશામુકિત કેન્દ્રમાં સારવાર લઇ રહ્યો હતો તે દરમિયાન નશામુકિત કેન્દ્રમાં યુવકનુ મોત નીપજ્યું હતુ અને સંચાલકે યુવકનું કુદરતી મોત નીપજ્યું હોવાનું યુવકના પરીવારને જણાવીને યુવકના મૃતદેહને પરીવારને સોંપ્યો હતો. બાદમાં પરિવારે યુવકની અંતિમવિધિ પણ કરી દીધી હતી.

એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે નશા મુક્તિ કેન્દ્રમાં ક્રુરતાની તમામ હદ વટાવવામાં આવી હતી અને યુવક પર 6થી 7 શખ્સો તૂટી પડ્યા હતા. યુવકના ગુપ્તાંગ ઉપર પણ માર મારવામાં આવ્યો હતો. સીસીટીવીમાં જોવા મળ્યુ કે, કેટલાક શખ્સો યુવકને માર મારી રહ્યા હતા. આટલા ઢોર માર મારવાને કારણે જ યુવકનું મોત થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">