AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ફિરાકમાં હતા આતંકીઓ, આરોપીઓની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ

Gujarati Video: અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ફિરાકમાં હતા આતંકીઓ, આરોપીઓની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:35 PM
Share

Ahmedabad: ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા ખાલિસ્તાઓ ઓડિયો ક્લિપ દ્વારા ધમકી આપવાના કેસમાં પકડાયેલા આરોપીઓ સામે UAPA હેઠળ કાર્યવાહી થશે. મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો પણ પ્લાન ઘડાયો હતો. આરોપીઓની પૂછપરછમાં આ ખૂલાસો થયો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા ખાલિસ્તાની દ્વારા ઓડિયો ક્લિપ દ્વારા ધમકી આપવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ક્રિકેટ મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાના કાવતરા બદલ સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ UAPA અંતર્ગત કાર્યવાહી કરી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. સૂત્રોનું માનીએ તો, ક્રિકેટ મેચ પહેલા સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો કારસો રચાયો હતો અને મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડો લહેરાવવાનાં ફિરાકમાં ખાલિસ્તાની આતંકીઓ હતા.

‘શીખ ફોર જસ્ટીસ’ નામની ખાલિસ્તાની ચળવળનાં ભાગરૂપે રચાયેલા કાવતરા હેઠળ, ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુંનાં અવાજમાં અનેક લોકોને ફોન કરાયા હતા. આરોપીઓએ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે વિદેશી ફંડિંગનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીઓને આશંકા, મહત્વપૂર્ણ છે કે અગાઉની ઘટનાના તાર બાંગ્લાદેશ સુધી જોડાયા હતા અને સમગ્ર કેસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીઓએ દેશમાં આતંક ફેલાવવા માટે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીઓને શંકા છે. આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા બંનેને મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે.

100થી વધુ સિમબોક્સ એક્ટિવ હોવાનુ સામે આવ્યુ

ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ધમકી આપવાના મુદ્દે અનેક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. ખાલિસ્તાનીઓના ધમકીના મેસેજ મોકલવા દેશમાં 100થી વધુ સિમબોક્સ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં જે સિમબોક્સથી ધમકી અપાઈ હતી. તે બંને સિમ બોક્સના ઓપરેટરની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ‘વારીસ પંજાબ દે’નો વડો અમૃતપાલ દુબઈથી ફરી ભારત આવ્યો ત્યારથી આ સિમબોક્સ એક્ટિવ થયા હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાનીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ધમકીના કોલ્સ કરી ડરાવતા હતા. આતંકી સંગઠન દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને સિમ બોક્સ ઓપરેટની ટ્રેનિંગ અને તેને લગતો તમામ સામાન આપતા હતા.

આ પણ વાંચો: Ahmedabad: મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન

Published on: Mar 21, 2023 12:35 PM
g clip-path="url(#clip0_868_265)">