Gujarati Video : જૂનાગઢના કેશોદમાં સગીરા ઉપર છરીના 18 ઘા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આરોપી કિશનની પોલીસે ધરપકડ કરી છે. એક તરફી પ્રેમમાં યુવકે સગીરા પર હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ 18 છરીના ઘા ઝીંકી સગીરા પર હુમલો કર્યો હતો. ઘાયલ સગીરાને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 12:49 PM

જૂનાગઢના કેશોદમાં સગીરા ઉપર છરી વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો છે. આરોપી કિશનની પોલીસે ધરપકડ કરી છે. એક તરફી પ્રેમમાં યુવકે સગીરા પર હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ 18 છરીના ઘા ઝીંકી સગીરા પર હુમલો કર્યો હતો. ઘાયલ સગીરાને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : Junagadh : સિંહદર્શનનું ઓનલાઇન બુકિંગ કરનારા ચેતજો ! બનાવટી વેબસાઇટથી અનેક લોકો છેતરપિંડીના ભોગ બન્યા

સગીરાના ઘરમાં ઘુસી આરોપીએ લગ્ન માટે દબાણ કર્યું હોવાનું સામે આવી છે. પરંતુ સગીરાએ લગ્ન માટે મનાઈ કરતા તેની પર છરી વડે હુમલો કર્યો હતો. જો કે સગીરાની નાની બહેન વચ્ચે આવી જતા સગીરાનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર ઘટના શું હતી

જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની કે જ્યાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાની સગી માસીની દિકરી બહેનને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને જ્યારે યુવતી માની ન હતી ત્યારે તેના પર છરી વડે ઉપરાછાપરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને કેશોદથી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">