Gujarati Video : મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ

ગુજરાતના મોરબીના ઝૂલતા બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના સમર્થનમાં સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ આવ્યું છે. આ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જયસુખ પટેલે સામાજિક ફરજના ભાગરૂપે આ ઝૂલતા બ્રિજનું સંચાલન સંભાળ્યું હતું કે નહિ કે નફો કમાવવા માટે. તેમજ એક સમાજ સેવકને મદદ કરવાની કરી અપીલ કરી છે. જેમાં ઉમિયાધામે પોતાના લેટર પેડ પર આ સંદેશો મોકલ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 10:32 PM

ગુજરાતના મોરબીના ઝૂલતા બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના સમર્થનમાં સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ આવ્યું છે. આ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જયસુખ પટેલે સામાજિક ફરજના ભાગરૂપે આ ઝૂલતા બ્રિજનું સંચાલન સંભાળ્યું હતું કે નહિ કે નફો કમાવવા માટે. તેમજ એક સમાજ સેવકને મદદ કરવાની કરી અપીલ કરી છે. જેમાં ઉમિયાધામે પોતાના લેટર પેડ પર આ સંદેશો મોકલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકારી વકીલે પણ જયસુખ પટેલના વિરૂદ્ધમાં ધારદાર દલીલો કરી હતી.

કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે

વર્ષ 2020માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યારબાદ કોઈપણ પત્ર વ્યવહાર કર્યા વગર કોન્ટ્રાક્ટ રિન્યુ ન થયો હોવા છતાં ઓરેવા ગ્રૃપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. મેન્ટેનન્સમાં પણ કેબલ તારને બદલવામાં આવ્યા ન હતા. તો બીજી તરફ પુલ પર એક સમયે 100 કરતા વધુ લોકો જાય તો જોખમી હોવાનું જયસુખ પટેલને ખબર જ હતી. છતાં બ્રીજ તૂટ્યો ત્યારે 400 થી 500 લોકો બ્રીજ પર હતા

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા

આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.

જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું

જો કે ઘટનાના 3 મહિના એટલે કે બરોબર 88 દિવસ પછી જયસુખ પટેલ સામે કાયદાનો સકંજો કસાયો છે. પોલીસે ચાર્જશીટમાં જયસુખને 10માં આરોપી તરીકે દર્શાવ્યો છે.મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તમામ 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જોકે જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">