Gujarati Video: જાફરાબાદના દુધાળા ગામમાં મકાન પર વીજળી પડતા નાસભાગ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 11:49 PM

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હાલ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવેલો છે અને છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે અમરેલીના જાફરાબાદના દૂધાળા ગામમાં એક મકાન પર વીજળી પડતા ગાબડું પડી ગયું હતું. ગાબડું પડવાને લીધે ઘરમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કરા સાથે વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં શહેર તેમજ ગ્રામ્યના લુણકી, હાથીગઢ, ઈંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદ પડ્યો છે. તેમજ રસ્તા પર પાણી વહેતા થયા છે. તેમજ અનેક સીમમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે.

ખેડૂતોને ભારે નુકસાન

મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. અમદાવાદ, વિરમગામના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માવઠું મોટી મુસીબત બન્યું છે. શનિવારની મોડી સાંજે ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી વિરમગામ અને માંડલ તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભો પાક નષ્ટ થયો છે. વરસાદથી કપાસ, ઘઉં, અજમો, ઇસબગુલ, એરંડા, જીરૂ સહિતના પાકને માઠી અસર થઈ છે.

આ ઉપરાંત રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે વાતાવરણ માં ધુમ્મસ અને ભારે પવન અને હવે વાદળછાયું વાતાવરણ ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ચોમાસુ પાકમાં પણ અતિવૃષ્ટિને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું કપાસ અને મગફળીનો  તૈયાર પાક ધોવાઈ ગયો હતો

આ પણ વાંચો  : Breaking News: અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જોધપુર ,વેજલપુર સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati