Gujarati Video : ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં વરસાદ, ભક્તોને થયો પાવન થવાનો અનુભવ

Gujarati Video : ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં વરસાદ, ભક્તોને થયો પાવન થવાનો અનુભવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 12:27 PM

banaskantha News : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ સ્થળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. આજથી ચૈત્રી નવરાત્રીની શરુઆત થઇ છે. ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે. અંબાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ અંબાજીમાં મેઘ મહેર ઉતરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ સ્થળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વિવિધ સ્થળે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર બનાસકાંઠાના અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસ્યો છે. અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે આ વચ્ચે અંબાજીમાં વરસાદ થતા ભક્તોએ પાવન થવાનો અનુભવ કર્યો છે.

બીજી તરફ ભર ઉનાળે ચોમાસા જેવો વાતાવરણ સર્જાયું છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ બની છે. તૈયાર થયેલો પાક બરબાદ થઇ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ખેડૂતો માવઠું હવે ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">