Gujarati Video : અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા, જાણો કંજક્ટિવાઇટિસથી બચવા શું કરવુ
અમદાવાદમાં કંજક્ટિવાઇટિસના કેસોમાં ધરખમ વધારો થતો જઇ રહી છે. એક જ સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા છે.
Ahmedabad : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને કંજક્ટિવાઇટિસના (Conjunctivitis) કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં કંજક્ટિવાઇટિસના કેસોમાં ધરખમ વધારો થતો જઇ રહી છે. એક જ સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 12 હજારથી વધુ કંજક્ટિવાઇટિસના કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા સાથે કુલ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. UHC, CHC તેમજ AMCની હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા છે.
આ પણ વાંચો-Gujarat Video : તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 16 બેઠકો પર બિનહરીફ જીત
કન્જકટીવાઈટિસથી બચવા આટલું કરો
- સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા જાળવો
- હાથ અને મોઢું ચોખ્ખા રાખવા
- સાબુથી સમયાંતરે હાથ અને મો વારંવાર ધોતા રહેવું
- ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર બિનજરુરી રીતે જવાનુ ટાળો
- સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ-દુઃખાવો થાય
- કે આંખોમાં ચીપડાં વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી
- ડોકટરની સલાહ વિના આંખના ટીપા લઇને નાખવા નહીં
- ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી
- કન્જકટીવાઈટિસની અસર ધરાવતા દર્દીના વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
- દર્દીએ જાતે અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો
- દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 26, 2023 09:27 AM
Latest Videos