Gujarat Video : તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 16 બેઠકો પર બિનહરીફ જીત
જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાના સંકલનમાં ભાજપના તમામ ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 16 ડિરેક્ટરોને વ્હીપ આપ્યો હતો. આ તમામ ડિરેક્ટરોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
Gir Somnath : તાલાલા માર્કેટ યાર્ડ (Talala Market Yard) કેસર કેરીની હરાજી માટે પ્રખ્યાત છે. ત્યારે માર્કેટ યાર્ડની તમામ 16 બેઠકો પર ડિરેક્ટરોની બિનહરીફ જીત થઈ છે. આ તમામ બેઠકો પર ભાજપના (BJP) તમામ ઉમેદવારો બિનહરીફ પસંદગી પામ્યા છે. ત્યારે તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે.
આ પણ વાંચો Gir Somnath : સમઢિયાળા ગામે રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા બે સિંહ, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ Video
જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાના સંકલનમાં ભાજપના તમામ ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 16 ડિરેક્ટરોને વ્હીપ આપ્યો હતો. આ તમામ ડિરેક્ટરોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગીર સોમનાથના સહકારી સંસ્થામાં ભાજપનો પ્રવેશ થયો છે. પ્રથમ વખત ભાજપ દ્વારા ડિરેક્ટરોની પસંદગી કરાઇ છે. ગીરની કેસર કેરીના લાખો બોક્સની હરાજી થાય છે. ત્યારે યાર્ડમાં અન્ય જણસીની હરાજી શરૂ કરવા નિર્ધાર કર્યો છે.