AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : મહિલાઓએ શરીર પર સેલોટેપ લગાડીને સંતાડી દારૂની બોટલો, એસટી બસમાં બેસી દારુની હેરાફેરી કરે તે પહેલા ઝડપાઈ

Gujarati video : મહિલાઓએ શરીર પર સેલોટેપ લગાડીને સંતાડી દારૂની બોટલો, એસટી બસમાં બેસી દારુની હેરાફેરી કરે તે પહેલા ઝડપાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 8:25 AM
Share

દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે 4 મહિલાઓ ઝડપાઇ છે.ચાર મહિલાઓ પોતાના શરીર પર સેલોટેપની મદદથી દારૂનો જથ્થો બસમાં લઇ જતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

રાજ્યમાં દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે 4 મહિલાઓ ઝડપાઇ છે. ચાર મહિલાઓ પોતાના શરીર પર સેલોટેપની મદદથી દારૂનો જથ્થો બસમાં લઇ જતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 4 મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે મહિલાઓ પાસેથી દારૂની 366 બોટલો જપ્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ચાર આરોપી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓ અગાઉ દારૂના જથ્થા સાથે ઝડપાઇ ચૂકી હતી.

આ પણ વાંચો: Breaking News: દાહોદના આમલી ખજુરીયમાં નલ સે જલ યોજના અંતર્ગત નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો, 6 શ્રમિક ઇજાગ્રસ્ત

હીરાસર જીઆઇડીસીમાં ઝડપાયો દારુ

થોડા દિવસ અગાઉ રાજકોટમાં દારુની રેલમછેલ થતા પોલીસે અટકાવી હતી. રાજકોટના હીરાસર જીઆઇડીસીમાં બે ટ્રકમાંથી 1500 પેટી દારુ પોલીસે ઝડપ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત 80 લાખથી વધુ હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને ટ્રકના ડ્રાઇવરોની અટકાયત કરવામાં આવી હતી. ભૂંસાની ગુણીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.પંજાબથી દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. એક ટ્રક ગુજરાત પાસિંગનો હતો જ્યારે બીજો ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">