Gujarati Video: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં ધમકી કેસમાં આરોપીઓએ કર્યો મોટો ખુલાસો, આવતીકાલે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે આરોપી, જુઓ Video
ખાલિસ્તાની દ્વારા આપવામાં આવેલી ધમકી કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુરક્ષા વિભાગે ઝડપી પાડેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન બાંગ્લાદેશ કનેક્શનનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉચ્ચ સંસ્થા સાથે જોડાયેલા લોકોને પણ ધમકીભર્યા મેસેજ કર્યાં હતા
આપને યાદ હશે ભારત -ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા ખાલિસ્તાની ગ્રુપ દ્વારા મેચ જોવા જનારા લોકોને ધમકી આપવામાં આવી હતી. આ ઘટનામાં તાજેતરમાં મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM પણ હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને મેચ ન જોવા માટે ધમકી ભર્યો પ્રિ-રેકોર્ડ વોઈસ કલીપ વાયરલ કરી હતી.
ત્યારે આ ઘટનામાં ખાલિસ્તાની દ્વારા આપવામાં આવેલી ધમકી કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુરક્ષા વિભાગે ઝડપી પાડેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન બાંગ્લાદેશ કનેક્શનનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉચ્ચ સંસ્થા સાથે જોડાયેલા લોકોને પણ ધમકીભર્યા મેસેજ કર્યાં હતા અને આતંકીઓ વિદેશી કોલને પણ સ્થાનિક કોલમાં ફેરવી દેતા હતા. એટલું જ નહીં તપાસ દરમિયાન આરોપીના મધ્યપ્રદેશ અને રાજસ્થાન કનેક્શનનો પણ ઘટસ્ફોટ થયો છે.
આરોપીઓએ દેશમાં આતંક ફેલાવવા માટે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીઓને શંકા છે. ત્યારે આવતીકાલે સુરક્ષા એજન્સીઓ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરશે.
પોલીસે તાજેતરમાં જ રાહુલ દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે
પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમના તાર ખાલીસ્તાનના આતંકવાદી સાથે સંડોવાયેલા છે. જે પ્રિ-રેકોર્ડેડ વોઇસ કલીપ વાયરલ થઈ હતી તે ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજવાળી કલીપ હતી. જેમાં મેચ નહીં જોવા અને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ એવી ધમકી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીને સંબોધી ઉશ્કેરાટ ભર્યું ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રિ રેકોર્ડ ક્લિપને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ત્યારે ટેક્નિકલ એનાલિસિસ આધારે મધ્યપ્રદેશના સતના જિલ્લા અને રિવા જિલ્લામાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ દ્વારા દહેશત ફેલાવનાર ખાલીસ્તાનના બે સાગરીતોની ઝડપીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.