Gujarati Video : ભાવનગરમાં મનપા એક મહિના સુધી નહી કરે ડિમોલિશન, ગુજરાત હાઈકોર્ટને આપી ખાતરી
ભાવનગર શહેરમાં એક મહિના સુધી ડિમોલિશનની કાર્યવાહી નહીં કરવામાં આવે.મનપાએ ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી છે. 15 દિવસ પહેલા નોટીસ આપ્યા બાદ જ ડિમોલિશન કરવામાં આવશે.
Bhavanagar : રાજ્યમાં દબાણો અને જર્જરિત આવાસો પર તવાઈ બોલાવાઈ રહી છે. અનેક વિસ્તારોમાં દબાણને લઈને રાજનીતિ પણ થઈ રહી છે. તેવામાં હવે ભાવનગર શહેરમાં એક મહિના સુધી ડિમોલિશનની કાર્યવાહી નહીં કરવામાં આવે.
આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video
મનપાએ ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી છે. 15 દિવસ પહેલા નોટીસ આપ્યા બાદ જ ડિમોલિશન કરવામાં આવશે. ભાવનગરના નાળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીમાં 1 મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજકોટના અરવિંદ મણિયાર આવાસ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી
તો બીજી તરફ રાજકોટમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે અરવિંદ મણિયાર આવાસ તોડી પડાયા હતા. એક તરફ સ્થાનિકો આક્રોશ સાથે રોકકળ કરી રહ્યા હતા અને બીજી તરફ આવાસો પર રાજકોટ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ વહેલી સવારે જ 300 પોલીસકર્મીઓના કાફલા સાથે જર્જરિત થઈ ગયેલા અરવિંદ મણિયાર આવાસ પર પહોંચ્યા હતા. અને લોકોના વિરોધ વચ્ચે મકાનો ખાલી કરાવાયા હતા.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
