Gujarati Video : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:44 AM

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ મંડળાઈ રહ્યુ છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આશ્વાસન આપ્યું

30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.

ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપ્યુ મોટું આશ્વાસન

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે. ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે. મુખ્ય પ્રધાને ખેડૂતોને મૌખિક હૈયાધારણા આપી કે ખેતીમાં નુકસાનનો ગામડા મુજબ સરવે કરાશે અને જ્યાં વધુ નુકસાન થયું હશે તેના સરવે રિપોર્ટ આધારે અંતિમ નિર્ણય કરાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">