Gujarati Video : બનાસ ડેરીમાં 2 જૂને યોજાશે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી
બનાસ ડેરીમાં પ્રથમ ટર્મના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત 3 મેએ પૂર્ણ થઈ રહી છે. જેને પગલે આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવશે.
આગામી 2 જૂને બનાસ ડેરીના ( Banas Dairy) ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવામા આવશે. પ્રથમ ટર્મના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત 3 મેએ પૂર્ણ થઈ રહી છે. જેને પગલે આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવશે. પાલનપુર પ્રાંત અધિકારીની હાજરીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે. સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટની ફાળવણી કરાતી હોવાથી સહકારી આગેવાનોએ ભાજપનું મેન્ડેટ મેળવવા લો્બિંગ શરૂ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં
સુમુલ ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનને કરાયા હતા રીપીટ
તો બીજી તરફ આ અગાઉ સુરતની સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ફરી એક વખત રીપીટ કરાયા હતા. મહત્વની વાત હતી કે ગત વખતની ચૂંટણીમાં ચેરમેન પદ માટે ખૂબ જ આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. સુમુલ ડેરીના પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક ને ફરી રીપીટ કરાયા હતા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો