Gujarati Video: સુરતમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

Gujarati Video: સુરતમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 24, 2023 | 10:23 PM

સુરત ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસી ની સજા ફટકારી છે.

સુરત ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસી ની સજા ફટકારી છે. કોર્ટે આરોપી મુકેશ પંચાલ ને દુષ્કર્મ અને હત્યાને લઈને સજા સંભળાવી છે. આ કેસમાં દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ માસુમની હત્યા કરી નાખી હતી . તેમજ દુષ્કર્મ આચરી માસુમની હત્યા કરી મકાનમાં આવેલા પેટી પલંગમા લાશ છુપાવી દીધી હતી.

આ કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં આજે કોર્ટનો ચુકાદો આવ્યો છે તેમજ બાળકીને ન્યાય મળ્યો છે. આજે આ અંગે ત્રણ કલાક અદાલતમાં દલીલ ચાલી હતી. જેમાં આરોપીને 302 અને 376 એબી હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે વિવિધ કલમો હેઠળ અલગ સજા કરવામાં આવી છે. જ્યારે વિકટીમ કોમ્પોનસેશન સ્કીમ અંતર્ગત 23.50 લાખનું વળતર જાહેર કર્યું છે. આ વળતર સરકારી યોજનામાંથી આપવામાં આવશે. જેમાં આરોપીને વિવિધ પુરાવાના આધારે સજા આપવામાં આવી છે.

આ અંગે સરકારી વકીલ લઈને સુખડવાલાએ જણાવ્યું હતું કે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે તે માટે અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી. અને મોડી રાત્રીએ જજ દ્વારા આરોપીને મહત્તમ મહત્તમ સજાનું રૂપે ફાંસીની સજા સંભળાવી છે.જે મુજબ આરોપીને IPC ની જુદી જુદી કલમ મુજબ સજા સંભળાવી છે .

જેમાં IPC કલમ 376 A અને B માં ફાંસી
302 હત્યા માં ફાંસી અને 5000નો દંડ
303 માં 1 વર્ષ અને 200 રૂ દંડ
363 માં 7વર્ષ અને 1000 રૂપિયાનો દંડ
366 માં 10વર્ષ અને 1000રૂપિયાનો દંડ
376(2) (J)( L) 10 વર્ષ 3000દંડ
376 (3) માં 20 વર્ષ અને 5000 દંડ મુજબની સજા સંભળાવી છે.

આ કેસમાં બાળકીની હત્યા બાદ પોલીસ દ્વારા સાયનટિફીક અને મેડિકલ પુરાવાના આધારે સજા કરવામાં આવી છે. જેમાં ગુનો ગંભીર હોવાનું કોર્ટને લાગતા આકરી સજા કરવામાં આવી છે.આ ઉપરાંત કોર્ટે નોંધ્યું છે કે પાડોશી પહેલા સગા હોય છે જેની જગ્યાએ આરોપીએ પાડોશી ધર્મ નથી નિભાવ્યો. આ કેસમાં 46 સાક્ષીઓની જુબાની મહત્વની પુરવાર થઈ છે.

અત્યાર સુધીમાં સૌથી વધુ પરિવારને વળતર ચૂકવાયું

બળાત્કારના કેસમાં આજે જજ દ્વારા સંભળાવવામાં આવેલી સજા ઐતિહાસિક રહી હતી. સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તે મુજબની હતી. આ સાથે બાળકીને ગુમાવનાર માતા-પિતાને પણ ખૂબ જ મોટું વળતર ચૂકવવાની જજ દ્વારા જાહેરાત કરાઈ હતી. જજ યુ.એમ ભટ્ટ દ્વારા પરિવારને કમ્પન્સેંશન મુજબ 27.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું હુકમ કર્યો હતો. જે આજ દિન સુધી બળાત્કારના ગુનામાં સંભળાવેલી સજામાં પરિવારને આપવામાં આવતા વળતર કરતાં સૌથી વધુ છે.

Published on: Feb 24, 2023 09:50 PM
g clip-path="url(#clip0_868_265)">