Gujarati Video: ધોરણ-12નું કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાના અહેવાલ બોર્ડના ચેરમેન ફગાવ્યા

પેપર લીકને થયાના અહેવાલને પગલે TV9ની ટીમે શિક્ષણ બોર્ડના ચેરમેન સાથે વાત કરી હતી. જેમાં ચેરમેને પેપર લીકના અહેવાલ ફગાવ્યા હતા. ચેરમેન એ.જે. શાહે જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે, 800 જગ્યાએ પરીક્ષા હતી. પેપર ક્યાંથી વાયરલ થયું તે ચેક કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 6:22 PM

ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર થયું વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ થયું છે. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને TV9 પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.

બોર્ડના  ચેરેમેને TV9ને આપ્યા આ જવાબ

જોકે પેપર લીક થયું હોવાના અહેવાલ બોર્ડના ચેરમેન એ.જે. શાહે નકાર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે પેપર ફૂટ્યું નથી, જોકે વાયરલ થયેલા પેર અંગે સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે વાયરલ થયેલા પેપરમાં 12થી 15 સવાલ સરખા છે.

આ પણ વાંચો: Gujarati Video : બજેટ સત્ર દરમ્યાન સરકાર પેપર લીક પર બિલ લાવશે, સજાની હશે આવી જોગવાઈ

પરીક્ષા પૂર્ણ થયા બાદ વાયરલ થયેલું પેપર લીક થયું છે કે નહીં તે ખબર પડશે

બીજી તરફ પેપર લીકને થયાના અહેવાલને પગલે TV9 ની ટીમે શિક્ષણ બોર્ડના ચેરમેન સાથે વાત કરી હતી. જેમાં ચેરમેને પેપર લીકના અહેવાલ ફગાવ્યા હતા. ચેરમેન એ.જે.શાહે જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે, 800 જગ્યાએ પરીક્ષા હતી. પેપર ક્યાંથી વાયરલ થયું તે ચેક કરવામાં આવશે. સાયબર ક્રાઈમને સમગ્ર મામલે જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરીક્ષા 6-15એ પૂર્ણ થઈ ગઈ છે જેથી આ બાબતની જાણ થશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">