AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: બાબા બાગેશ્વરના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ આપી આ પ્રતિક્રિયા

Gujarati Video: બાબા બાગેશ્વરના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ આપી આ પ્રતિક્રિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 10:48 PM
Share

Ahmedabad: બાપુનગરથી ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ બાબા બાગેશ્વરના હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાતનું સમર્થન કર્યુ. આ અંગે તેમણે જણાવ્યુ કે આટલી મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ કોઈપણ વ્યવસ્થા વિના સ્વયંભુ આવી રહ્યુ છે તે બાબા બાગેશ્વરના સમર્થનમાં જ આવી રહ્યુ છે. 

અમદાવાદમાં વટવામાં બાગેશ્વધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. બાબા આજકાલ તેમના દરેક દરબારમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે બાબાના આ નિવેદન પર શું કહેવુ છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા પહોંચ્યા હતા. તેમણે બાબાના હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન અંગે જણાવ્યુ કે ભાજપના સતત પ્રયત્નથી લોકો આ વાત કરતા થયા છે કે હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. ભાજપે RSSના વિચારસરણી સાથે વણાયેલી પાર્ટી છે. જેની શરૂઆતથી જ જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયુ ત્યારે જ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવી ઈચ્છા હતી. ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યુ ન હતુ.

આ પણ વાંચો : Ahmedabad : ઓગણજમાં યોજાનારો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર મુલતવી, નડ્યુ વરસાદી વિઘ્ન

હિંદુ રાષ્ટ્રના સમર્થનમાં જ આટલી જંગી જનમેદની સ્વયંભુ રીતે આવી છે- ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ

વધુમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ જણાવ્યુ કે ભાજપના 9 વર્ષના શાસનમાં પીએમ નરેન્દ્ર મોદીએ જે પ્રશાસન દેશમાં આપ્યુ છે તેનાથી લોકોમાં જાગૃતિ આવી છે. લોકો હિંદુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે. બાબા બાગેશ્વર જે હિંદુ રાષ્ટ્રની વાત કરે છે તેના સમર્થન માટે જ આજે આટલી જંગી જનમેદની કોઈપણ આવવા જવાની વ્યવસ્થા વગર સ્વયંભુ ઉમટી છે. એ હિંદુ રાષ્ટ્રના સમર્થનમાં જ છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">