Gujarati Video: જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન, ધર્મની રક્ષા માટે રિવોલ્વર પણ ચલાવી શકીએ, દેશને શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેની જરૂર
Junagadh: જુનાગઢમાં ભવનાથમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમમાં સાધુ સંતોનું સંમેલન યોજાયુ હતુ. જેમા રાજ્યભરના સાધુ સંતો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સાધુ સંતો દ્વારા ‘શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ'ની રચના કરવામાં આવી. આ સમિતિના અધ્યક્ષસ્થાને દ્વારકાપીઠ જગતગુરુ શંકરાચાર્યની વરણી કરવામાં આવી. સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં 40 સાધુસંતોનો સમાવેશ કરાયો છે.
Junagadh: સનાતન ધર્મની રક્ષા માટે રાજ્યભરના સાધુ-સંતો દ્વારા ‘શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ’ની રચના કરવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું સંમેલન યોજાયું. જેમાં રાજ્યભરમાંથી અનેક સાધુ સંતો સાધુ સંતો હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં સાધુ સંતો દ્વારા ‘શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ’ની રચના કરવામાં આવી. દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે. આ સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં 40 સાધુસંતોનો સમાવેશ કરાયો છે.
આ સમિતિ માટે સાધુ-સંતોના નામ નક્કી કરાયા છે. તેમાં તમામ 13 અખાડા સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. મુખ્ય સમિતિમાં રમેશભાઈ ઓઝા, કનકેશ્વરી માતાજી, ચૈતન્ય શંભુ મહારાજ, નિજાનંદજી મહારાજ સહિત 15 સંતોની નિમણૂક કરાઈ છે. સમિતિમાં કથાકાર મોરારિ બાપુની પરવાનગી લઈ તેમનું નામ ઉમેરવામાં આવશે. સાધુ-સંતો દ્વારા મુખ્ય સંરક્ષણ સમિતિ સહિત અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં એકઠા થયેલા સનાતની સાધુ-સંતોએ હુંકાર કરતા કહ્યું છે કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં.
મીડિયા કમિટીમાં કોના નામ ?
- અખિલેશદાસજી મહારાજ , દેવનાથ બાપુ (કચ્છ)
- જ્યોતિર્નાથ મહારાજ, ઋષિભારતી બાપુ
- આશુતોષગિરી મહારાજ (ભીમનાથ)
- વિજયદાસ બાપુ (ડાકોર), જગદેવદાસ બાપુ
- હર્ષદભારતી બાપુ, રોકડિયા બાપુ
કાયદા કમિટીમાં કોના નામ ?
કાયદા કમિટીમાં 8 વ્યક્તિઓની નિમણૂક
- વિજય પટેલ, પૂર્વ સાંસદ
- આર.આર,ત્રિપાઠી, નિવૃત જજ
- દિલીપ ત્રિવેદી, ડૉ.વસંત પટેલ
- ડૉ.વિજય દેસાણી, પૂર્વ ઉપકુલપતિ
- ડૉ.કૌશિક ચૌધરી, કમલ રાવલ
- ઓમપ્રકાશ સાંખલા
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો