Rajkot : ખરાબ રસ્તાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ, કોઠારિયા રોડ પર મોટી સંખ્યામાં સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ Video
કોર્પોરેટરે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે લોકો માન્યા નહી, પરંતુ કોર્પોરેટરે શનિવારે ચારેય કોર્પોરેટરને ભેગા કરીને સમસ્યાનો અંત લાવવાની ખાતરી આપતા લોકો શાંત થયા હતા. જો કે, આંદોલનકારીઓએ પણ ચીમકી આપી છે કે, સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે.
Rajkot : રાજકોટમાં ખરાબ રસ્તાને (Bad Roads) લઇ લોકો પરેશાન છે. કોઠાડિયા રોડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી રસ્તાઓની હાલત ખરાબ છે. તેથી હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા હતા.
કોર્પોરેટરે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે લોકો માન્યા નહી, પરંતુ કોર્પોરેટરે શનિવારે ચારેય કોર્પોરેટરને ભેગા કરીને સમસ્યાનો અંત લાવવાની ખાતરી આપતા લોકો શાંત થયા હતા. જો કે, આંદોલનકારીઓએ પણ ચીમકી આપી છે કે, સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News