AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ફરી એક યુવાને હાર્ટએટેકથી ગુમાવ્યો જીવ, જુનાગઢમાં 24 વર્ષિય યુવકને ગરબા રમતી વખતે એટેક આવતા થયુ મોત

Gujarati Video: ફરી એક યુવાને હાર્ટએટેકથી ગુમાવ્યો જીવ, જુનાગઢમાં 24 વર્ષિય યુવકને ગરબા રમતી વખતે એટેક આવતા થયુ મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 11:53 PM
Share

Junagadh: જુનાગઢમાં 24 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. દાંડીયા રાસ રમતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેમા ચિરાગ પરમાર નામના યુવકનું મૃત્યુ નિપજ્યુ છે. ગરબાનો શોખીન યુવક નવરાત્રિની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં ગયો હતો. એ સમયે હાર્ટએટેકથી યુવકનો જીવ ગયો છે. યુવકના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે.

Junagadh: જુનાગઢમાં  24 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ચિરાગ પરમાર નામનો 24 વર્ષિય યુવક નવલા નોરતાની તૈયારી કરી રહ્યો હતો. જ્યાં ગરબે રમતા રમતા જ ચિરાગને હ્રદય રોગનો હુમલો થયો અને જમીન પર ઢળી પડ્યો. હોસ્પિટલમાં દાખલ કરતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. આશાસ્પદ અને યુવા દિકરાના મોતથી પરિવારના સભ્યોમાં શોકની લહેર ફરી વળી છે.

આપને જણાવી દઇએ કે ચિરાગ પરમાર ગરબાનો શોખીન હતો. ચિરાગના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ચિરાગ ગરબે ઘુમી રહ્યો છે. વીડિયો દ્વારા ચિરાગનો ગરબા પ્રેમ જોઇ શકાય છે. મહત્વપૂર્ણ છે કે ચિરાગ ગરબાની અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે, અને ઇનામ પણ મેળવી ચૂક્યો છે. જે ગરબા ક્લાસમાં ગરબે રમતા રમતા ચિરાગને એટેક આવ્યો, તે ક્લાસનું ચિરાગ ગૌરવ હતો.

મહત્વપૂર્ણ છે કે ગઇકાલે રાજકોટમાં એક જ દિવસમાં 3 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. રાજકોટના રૈયા રોડના 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું, તો કોઠારીયા રોડ પર 40 વર્ષિય યુવકનો હાર્ટ એટકથી જીવ ગયો હતો. કાલાવડ રોડ વિસ્તારનો યુવક પણ હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો. ત્યારે સતત બીજા દિવસે હાર્ટ એટેકથી મોતની ચોથી ઘટના સામે આવી છે. આમ બે દિવસમાં હાર્ટ એટેકે 4ના ભોગ લીધા છે.

આ પણ વાંચો: ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 24 સપ્ટેમ્બરે જામનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થનાર ટ્રેનને પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

જૂનાગઢમાં 24 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ચિરાગ પરમાર નામનો 24 વર્ષિય યુવક નવલા નોરતાની તૈયારી કરી રહ્યો હતો. જ્યાં ગરબે રમતા રમતા જ ચિરાગને હ્રદય રોગનો હુમલો થયો અને જમીન પર ઢળી પડ્યો. હોસ્પિટલમાં દાખલ કરતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. આશાસ્પદ અને યુવા દિકરાના મોતથી પરિવારના સભ્યોમાં શોકની લહેર ફરી વળી છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">