Gujarati Video : રોજના 70 હજાર વાહનચાલકોને હવે ટ્રાફિક જામથી મળશે છુટકારો, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે 97 કરોડના ખર્ચે સનાથલ જંકશનના બ્રિજનું ઇ-લોકાર્પણ
Ahmedabad News : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ જંકશન પરના બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ છે. ઔડાના સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલા સનાથલ જંકશન બ્રિજ પરથી રોજના અંદાજે 70 હજારથી વધુ વાહન પસાર થાય છે.
અમદાવાદના નાગરિકોને ફરી એક વખત ભેટ વિકાસકાર્યોની મળી છે. સાથે જ AMC અને ઔડાના વિકાસના કામોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે ઇ-લોકાર્પણ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે અમદાવાદમાં 154 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અમિત શાહ આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ જંકશન પરના બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ છે. ઔડાના સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલા સનાથલ જંકશન બ્રિજ પરથી રોજના અંદાજે 70 હજારથી વધુ વાહન પસાર થાય છે, પરંતુ હવે બ્રિજ બની જવાથી અહીંથી પસાર થતા લોકોને ટ્રાફિકજામમાં ફસાવામાંથી મુક્તિ મળશે. બીજી તરફ મનપા દ્વારા 4.39 કરોડના ખર્ચે જીએસટી ફાટક પાસે બનાવવામાં આવેલા પેડેસ્ટ્રીયન સબવે તેમજ 2 સિનિયર સિટીઝન પાર્કનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.