Gujarati Video: ભુજમાં ફાયર સાધનો ન લગાવનાર સામે કાર્યવાહી, માનશ અને ભક્તિધામ એપાર્ટમેન્ટ બિલ્ડીંગ સીલ
કચ્છના ભુજમાં ફાયર સાધનો ન લગાવનાર સામે ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. જેમા ફાયર સાધનો ન લગાવતા વધુ બે બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. માનશ અને ભક્તિધામ એપાર્ટમેન્ટની બિલ્ડીંગ સીલ કરાઈ છે. આ અગાઉ અનેક વાર નોટીસ આપવા થતાં ફાયર સાધનો ન લગાવતા ફાયર વિભાગે કાર્યવાહી કરી છે.
કચ્છના ભુજમાં ફાયર સાધનો ન લગાવનાર સામે ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. જેમા ફાયર સાધનો ન લગાવતા વધુ બે બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. માનશ અને ભક્તિધામ એપાર્ટમેન્ટની બિલ્ડીંગ સીલ કરાઈ છે. આ અગાઉ અનેક વાર નોટીસ આપવા થતાં ફાયર સાધનો ન લગાવતા ફાયર વિભાગે કાર્યવાહી કરી છે.ફાયર વિભાગની કામગીરી બાદ હાલ 14 બિલ્ડીંગોએ ફાયરના સાધનો લગાવ્યા છે. આ અગાઉ 105 બિલ્ડીંગોને ફાયર વિભાગે નોટિસ ફટકારી હતી.
ગુજરાત હાઇકોર્ટે પણ ફાયર એનઓસીને લઇને આકરું વલણ અપનાવ્યું
ગુજરાત હાઇકોર્ટે પણ ફાયર એનઓસીને લઇને આકરું વલણ અપનાવ્યું છે. તેમજ ફાયર એનઓસી ના ધરાવતા બિલ્ડિંગ સહિતની ઇમારતોને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની મોટાભાગની નગર પાલિકા અને કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી કરાઈ
ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી કરાઈ છે. 105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ છે..પુરતા ફાયર સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા અનેક ઈમારતોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. તો 7 જેટલી પ્રોપર્ટીને સીલ કરાઈ છે..આગામી દિવસોમાં મોટી ઈમારતોમાં જરૂરી ફાયરના સાધનો લગાવવા તાકીદ કરાઈ છે. આ નિયમોનું પાલન નહીં કરાય તો સિલીંગની કાર્યવાહી ચાલુ રખાશે. આ ઉપરાંત રાજ્યની તમામ નગર પાલિકા અને મહાનગર પાલિકાઓ પણ ફાયર સેફટીના મુદ્દે કાર્યવાહી શરૂ કરે છે.