ગુજરાતી વીડિયો : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ યથાવત

ગુજરાતમાં ઠંડીના વધી રહેલા પ્રકોપ વચ્ચે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરો થઈ છે.ગાઢ ધુમ્મસના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસથી હાડ થિજાવતી ઠંડીને પગલે જનજીવન ખોરવાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 5:10 PM

ગુજરાતમાં ઠંડીના વધી રહેલા પ્રકોપ વચ્ચે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરો થઈ છે.ગાઢ ધુમ્મસના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસથી હાડ થિજાવતી ઠંડીને પગલે જનજીવન ખોરવાયું છે.

રાજયમાં જાણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે

આ દરમ્યાન ગુજરાતમાં ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં માવઠું થઈ શકે છે. કાસ કરીને સાબરકાંઠા, અરવલ્લીસ દાહોદ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે મહિસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડી તેમજ ઠંડા પવનોનું પ્રમાણ વધ્યું છે અને સમગ્ર રાજયમાં જાણે શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે.

30 જાન્યુઆરીથી કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીને આંબે તેવી શકયતા

ત્યારે કમોસમી માવઠાને કારણે વાતાવરણ ભેજવાળું તેમજ વાદળછાયું પણ જોવા મળશે. માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. અને ત્યાર પછી 29 જાન્યુઆરીથી તાપમાન ગગડવાની શરૂઆત થશે. તારીખ 30 જાન્યુઆરીથી કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીને આંબે તેવી શકયતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">