Gujarati Video: પૂનમને અનુલક્ષીને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 11:20 PM

Surendranagar: યાત્રાધામ ચોટિલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમને અનુલક્ષીને સમયમાં ફેરફાર કરાયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પર વિરાજમાન ચામુંડા માતાજીના મંદિરમાં આરતી અને દર્શનના ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પૂનમને અનુલક્ષીને સવારની આરતીનો સમય વહેલી સવારે ત્રણ વાગ્યે અને તળેટીના પગથિયા ખુલવાનો ટાઈમ અઢી કલાકનો રહેશે. ચૈત્રી પૂનમના રોજ વહેલી સવારે 2 વાગ્યે આરતી થશે અને 1.30 વાગ્યે પગથિયા ખુલશે. અન્ય દિવસોમાં સવારની આરતી સવારે 6 કલાકે થશે અને સવારે 5.30 વાગ્યે પગથિયા ખુલશે જેની દરેક ભક્તોએ નોંધ લેવી તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ચોટીલામાં યુગલની કારને નડ્યો અકસ્માત

આ તરફ ચોટિલામાં એક લગ્નપ્રસંગમાં આવેલ એક યુગલને અકસ્માત નડ્યો હતો. લગ્નપ્રસંગમાં આવેલ યુગલ કારમાં બેસી રાજપરા તરફ જતા હતા. ત્યારે અચાનક કાર પલટી ખાઈ જતા અકસ્માત નડ્યો હતો. જેમા યુવતીને વધુ ઈજા થતા રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બનાવની પ્રેમી સામે ચોટિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: Surendranagar : ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર

પ્રેમી સામે નોંધાઈ ફરિયાદ

આ દરમિયાન કાર પ્રેમી ચલાવતો હતો અને ડ્રાઈવરની સીટની બાજુમાં અન્ય શખ્સ બેઠો હતો. પ્રેમીએ કારમાં બેસવાનું કહેતા પ્રેમિકા પાછળની સીટમાં બેઠા હતા. બાદમાં રાજપરા તરફ જતી વખતે પ્રેમીએ કાર બેફીકરાઈથી ચલાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રેમિકાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ દવાખાને લઈ જવાયા હતા. આ બનાવની ચોટીલા પોલીસ મથકે પ્રેમી સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ વી.એચ.ખટાણા ચલાવી રહ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati