Gujarati video : મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા, એક બાળકનું મોત, એક ગુમ

ઘટનામાં તંત્ર અને હોડી ચલાવનારની ઘોર બેદરકારી સામે આવી છે. હોડીમાં લાઈફ જેકેટ હોવા છતાં લોકોને પહેરાવવામાં નહોતા આવ્યા. જો લાઈફ જેકેટ પહેરાવેલા હોત તો તમામ લોકોને બચાવી શકાયા હોત.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 9:31 AM

મધ્યપ્રદેશના (Madhya pradesh) ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ગુજરાતી પરિવારના એક બાળકનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. દુર્ઘટનામાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા હતા. જેમાંથી ચાર લોકોને નાવિકોએ બચાવી લીધા છે. તો બીજીતરફ ઘટનામાં તંત્ર અને હોડી ચલાવનારની ઘોર બેદરકારી સામે આવી છે. હોડીમાં લાઈફ જેકેટ હોવા છતાં લોકોને પહેરાવવામાં નહોતા આવ્યા. જો લાઈફ જેકેટ પહેરાવેલા હોત તો તમામ લોકોને બચાવી શકાયા હોત. ઓમકારેશ્વરમાં 141 લાયસન્સ ધારક નાવિક છે. આ સિવાય 75થી 80 હોડીઓ ગેરકાયદે ચાલે છે. જેના પર તંત્રનો કોઈ જ અંકુશ નથી.

આ પણ વાંચો-Gujarati Video : સુરતમાં યુવતી સાથે નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ, ફરિયાદ નોંધી તપાસ શરૂ

મળતી માહિતી પ્રમાણે ભાવનગરનો વ્યાસ પરિવાર સોમવારે ભાવનગરથી ઉજ્જૈન પહોંચ્યો હતો અને ત્યાંથી ઓમકારેશ્વર દર્શન કરવા આવ્યો હતો. સાંજે 4 કલાકે ઓમકારેશ્વરમાં વાદળોની ગર્જના સાથે ઝડપી પવન ફૂંકાવા લાગ્યો. સાથે જ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. જેના કારણે એક હોડી નર્મદા નદીના કિનારા નજીક જ પલટી ગઈ હતી.

ભાવનગરના આટલા લોકો સવાર હતા

હોડીમાં ભાવનગરના 32 વર્ષીય નિકુંજ વ્યાસ, 58 વર્ષીય રશ્મિન વ્યાસ, 31 વર્ષીય વાણી વ્યાસ, દક્ષ વ્યાસ, ડિંકલ બેલડિયા અને કાર્તિક બેલડિયા બેઠેલા હતા. જેમાં દોઢ વર્ષના દક્ષ વ્યાસનું મોત થયું છે. જ્યારે કાર્તિક બેલડિયા હજુ પણ લાપતા છે. હોડી પલટતી જોઈને આસપાસના નાવિકોએ દોડીને 4 લોકોને ડૂબતા બચાવી લીધા હતા.

ગુજરાતના અને ભાવનગર  જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">