લોકગાયક કિર્તીદાન ગઢવી વિવાદમાં : યુવકને ગોંધી રાખી માર મારવાના આક્ષેપ મુદ્દે હાઇકોર્ટે ગઢવી અને SP સહિતના અધિકારીઓને ફટકારી નોટિસ

| Edited By: | Updated on: Apr 29, 2026 | 7:17 PM

લોકગાયક કિર્તીદાન ગઢવી અને સાયબર સેલના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ. અમદાવાદના યુવકને ગોંધી રાખી માર મારવાના કેસમાં હાઇકોર્ટે સીસીટીવી ફૂટેજ સાચવવા હુકમ કર્યો.

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. દેવાયત ખવડ બાદ હવે કિર્તીદાન ગઢવી સામે અમદાવાદના એક વ્યક્તિને પોલીસ પાસે માર મરાવવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી, ગાંધીનગર એસપી રાજદીપ ઝાલા અને સાયબર સેલના પીઆઈ બી.એમ. ચૌધરીને નોટિસ પાઠવી છે.

અરજદારનો આક્ષેપ છે કે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી ગાંધીનગર સાયબર સેલના માણસો તેમને ઉઠાવી ગયા હતા અને ગોંધી રાખીને શારીરિક ત્રાસ આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા 20 અને 21 ફેબ્રુઆરી 2026 ના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાનો કડક આદેશ આપ્યો છે. આ ઘટનાને પગલે લોકસાહિત્ય અને કલા જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે. આગામી દિવસોમાં કોર્ટની કાર્યવાહી બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.

કીર્તિદાન ગઢવીના ડાયરામાં પૈસાથી લઈ ડોલર અને રોટલીનો પણ વરસાદ થઈ ચૂક્યો છે, આવો છે લોકસાહિત્યકારનો પરિવાર

Follow Us