ગુજરાતને ફરી ધમરોળશે વરસાદ ! દક્ષિણ ગુજરાતમાં 14 થી 16 સપ્ટે. ભારે વરસાદની આગાહી
વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદનું વિધ્ન રહેવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રિમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રી સમયે પડી શકે છે વરસાદ.
ગુજરાતમાં આગામી 14થી 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી અનુસાર, આગામી 14થી 16 સપ્ટેમ્બર સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ રહેશે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.
વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદનું વિધ્ન રહેવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રિમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રી સમયે પડી શકે છે વરસાદ. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગનું માનવું છે કે, નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. દર વખતની જેમ આ વખતે પણ નૈઋત્યનુ ચોમાસુ રાજસ્થાનથી પાછુ ખેંચાવાની શરૂઆત થશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો