Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2024 | 9:22 AM

રાજ્યમાં ચોમાસાએ હવે રફતાર પકડી લીધી છે અને આગામી કલાકોમાં રાજ્યના બાકી રહી ગયેલા વિસ્તારમાં પણ ચોમાસું દસ્તક આપી દેશે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે હજુ તો આ ચોમાસાનું માત્ર ટ્રેલર છે. આગામી દિવસોમાં હજુ પણ મૂશળધાર વરસાદની આગાહી છે. આગામી 48 કલાક ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ હવે રફતાર પકડી લીધી છે અને આગામી કલાકોમાં રાજ્યના બાકી રહી ગયેલા વિસ્તારમાં પણ ચોમાસું દસ્તક આપી દેશે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

રથયાત્રા દરમિયાન થઇ શકે છે અમી છાંટણા

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વાવણીલાયક વરસાદ મળી શકે છે. સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અમીછાંટણા થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રથયાત્રાને લઈ કરી આગાહી કરી છે. 7 જુલાઈ આસપાસ અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 27, 2024 09:20 AM
g clip-path="url(#clip0_868_265)">