રાજકોટ: જસદણ શહેરમાં ધોધમાર વરસાદ, ચીતલિયા રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી, રાહદારીઓને હાલાકી- Video

રાજકોટ: જસદણ શહેરમાં ધોધમાર વરસાદ, ચીતલિયા રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી, રાહદારીઓને હાલાકી- Video

| Edited By: | Updated on: Sep 14, 2026 | 7:15 PM

રાજકોટ શહેરના જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવુ જીવતદાન મળ્યુ છે. બીજી તરફ ભારે વરસાદને પગલે ચીતલિયા રોડ અને નવા બસ સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 240 તાલુકામાં મેઘરાજાએ દસ્તક દીધી છે ત્યારે ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટના જસદણ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી હાથતાળી આપી રહેલો મેહુલિયો આજે મન મુકીને વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને સુકાતા મોલાતને નવજીવન મળ્યુ છે. બીજી તરફ જસદણના માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.

જસદણના ચીતલિયા રોડ વિસ્તાર અને નવા બસસ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો તંત્ર સમક્ષ પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી રહ્યા છે.

 

Input Credit- Rajesh Limbachiya- Jasdan

અમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા મનપાની કામગીરી સામે સવાલ- Video

 

Follow Us
Loading...
Unable to load recommendations.