દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ક્યાંક ડેમ છલકાયા તો ક્યાંક પાણીએ સર્જી તારાજી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ક્યાંક ડેમ છલકાયા તો ક્યાંક પાણીએ સર્જી તારાજી

| Edited By: | Updated on: Aug 03, 2026 | 1:34 AM

ગુજરાતમાં ધોધમાર વરસાદે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જનજીવન પ્રભાવિત કર્યું છે. અનેક ડેમ છલકાઈ ગયા છે અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને રસ્તાઓ ગરકાવ થતા મુશ્કેલીઓ વધી છે. ભારે વરસાદને કારણે નુકસાન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.

મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું. ક્યાંક ડેમ છલકાયા ક્યાંક પાણીના પ્રવાહે ભારે નુકસાની સર્જી. તો ક્યાંક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્ય માટે રાહતની સાથે મુશ્કેલી પણ લઈને આવ્યો.

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. અનેક ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ફસાયેલા લોકોને બચાવવા સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમોએ મેદાનમાં ઉતરી કામગીરી હાથ ધરી. ક્યાંક કુદરતનું મનોહર રૂપ જોવા મળી રહ્યું છે તો ક્યાંક એ જ વરસાદ આફતનું કારણ બન્યો છે.

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

Published on: Aug 03, 2026 01:28 AM
Follow Us
Loading...
Unable to load recommendations.