Banaskantha Rain Video: ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

Banaskantha Rain Video: ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

| Edited By: | Updated on: Aug 03, 2026 | 1:58 AM

વડોદરાના ડભોઈમાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં આવેલા પૂરથી 10 ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. 600 વીઘા મરચી, કપાસ અને શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીસા તાલુકાના અનેક ગામના ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ છે. યાવરપુરા, વરણ, શેરપુડા સહિતના ગામમાં ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઊભો પાક બરબાદ થઈ ગયો.

મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયાનો ખેડૂતો જણાવી રહ્યા છે. બાજરી, જુવાર સહિતના ઉભા પાક પણ પાણીમાં સડી જતા આર્થિક ફટકો. મોંઘા બિયારણ, વ્યાજે રૂપિયા લાવીને ખેડૂતોએ વાવેતર કર્યા હતા. સરકાર નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

ડીસાના ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ યોગ્ય ભાવ ન મળતા બટાકાના પાકમાં મોટે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હાલ જે રીતે ખેતરો પાણીમાં ડૂબ્યા છે તેને જોતા હવે મગફળીમાં પણ કશું જ હાથ લાગે તેમ નથી.

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

Published on: Aug 03, 2026 01:45 AM
Follow Us
Loading...
Unable to load recommendations.