ગુજરાતનું હવામાન : રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો માહોલ રહેશે, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે ઠંડી, જુઓ વીડિયો

રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો માહોલ જોવા મળશે. તો આજે અમદાવાદ,અમરેલી,આણંદ, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મોરબી,તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો દેવભૂમિ દ્વારકામાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, કચ્છ, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 8:10 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો માહોલ જોવા મળશે. તો આજે અમદાવાદ,અમરેલી,આણંદ, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મોરબી,તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો દેવભૂમિ દ્વારકામાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, કચ્છ, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે રાજકોટ અને દાહોદમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, દાહોદ,જામનગર, તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, ભરુચ, ગાંધીનગર,ખેડા, મહીસાગર, પંચમહાલ,પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગર,બોટાદ,ગીરસોમનાથ, મોરબી,નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">