ગુજરાતનું હવામાન : પોરબંદર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર હવે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે તેવી સંભાવના કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 20 થી 25 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો અમરેલી, આણંદ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો આ તરફ પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ટુંક સમયમાં હાડ થીઝવતી ઠંડી પડવાની શરુઆત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનુ મોજુ અનુભવાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 20 થી 25 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો અમરેલી, આણંદ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો આ તરફ પોરબંદર, પંચમહાલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વલસાડ, નર્મદા, ખેડા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, નવસારી, રાજકોટ, નવસારી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, અરવલ્લી, બોટાદ, ડાંગ, કચ્છ, પંચમહાલ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

