Gujarat Weather Forecast: આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video
આજે રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ બની નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજે બુધવારે રાજ્યમાં વરસાદનું જોર નહિવત રહે તેવી સંભાવના છે. આજે રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ બની નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video
જો આગામી સમયમાં નવી વરસાદી સિસ્ટમ બને તો જ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે આગામી પાંચ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફુંકાવવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભાવનગર, કચ્છ,સુરત જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે બુધવારે અમરેલી, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, ડાંગ, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, તાપી જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે ગાંધીનગર, જામનગર, પાટણ, રાજકોટ, વલસાડ જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
