નવા વર્ષે ‘મેઘરાજા’ એન્ટ્રી કરશે ! નવરાત્રિ બાદ દિવાળીમાં પણ માવઠાની આફત, આગામી 4 દિવસ સુધી આવશે વરસાદ – જુઓ Video
નવરાત્રિમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી. એવામાં દિવાળીમાં 4 દિવસ સુધી વરસાદ આવે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, આ માવઠું ધરતીપુત્રોની સાથે સાથે લોકોની પણ મુશ્કેલી વધારી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં દિવાળીની ઉજવણીમાં વરસાદ ભંગ નાખી શકે છે, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે. આ માવઠાનો કહેર આગામી 4 દિવસ સુધી રહેશે અને તે ધરતીપુત્રોની સાથે સાથે લોકોની પણ મુશ્કેલી વધારી શકે છે. જણાવી દઈએ કે, દિવાળી અને નવા વર્ષ સુધી જ માવઠાની આગાહી છે.
છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આગાહી છે કે, આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદ થઈ શકે છે. જો કે, માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે.
માત્ર દિવાળી પર જ નહીં પરંતુ ઑક્ટોબરના અંતમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઑક્ટોબરના અંતમાં એક ચક્રવાત સક્રિય થશે, જેની અસરથી ફરી વરસાદ વરસી શકે છે. આ રીતે માવઠું દિવાળીનો ઉત્સાહ બગાડી શકે છે.
