ખાખીનો કાળો ચહેરો સામે આવ્યો… પાસપોર્ટના નામે લાખો ખંખેરતી બે મહિલા પોલીસકર્મી ACBના સકંજામાં – જુઓ Video

ખાખીનો કાળો ચહેરો સામે આવ્યો… પાસપોર્ટના નામે લાખો ખંખેરતી બે મહિલા પોલીસકર્મી ACBના સકંજામાં – જુઓ Video

| Updated on: Jun 10, 2026 | 7:20 PM

આણંદમાં બે મહિલા પોલીસકર્મી રૂ.1.10 લાખની લાંચ લેતા ઝડપાઈ છે. જણાવી દઈએ કે, મહિલા ASI અને મહિલા હેડ કોન્સ્ટેબલ બંનેને ACBએ જ લાંચ લેતા ઝડપી લીધી છે.

આણંદમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા પોલીસકર્મી રૂપિયા 1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ACBની ટીમે આણંદના રેલવે ગોદી વિસ્તારમાં આ ટ્રેપ ગોઠવી હતી. પકડાયેલી મહિલા પોલીસકર્મીઓમાં મહિલા એએસઆઈ (ASI) ગીતા દોઠા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પા ગરાસીયાનો સમાવેશ થાય છે.

આ બંને મહિલા પોલીસકર્મીઓ પર આક્ષેપ છે કે, તેમણે ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા માટે અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન ન કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એસીબી દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર આણંદ જિલ્લામાં અને ખાસ કરીને મહિલા પોલીસ સ્ટેશનમાં ભારે ચર્ચા જાગી છે.

Breaking News: અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ, CM ઓફિસથી RSS કચેરી સુધી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Follow Us