Gujarat Video: ભાવનગરમાં ડમી કૌભાંડ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરાશે, કોઈને પણ છોડવામાં નહીં આવે

Surat: ભાવનગરમાં ડમી કૌભાંડમાં મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ કે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરાશે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યુ કે યુવરાજસિંહ આપના નેતા હોવા છતા તેમણે જે માહિતી આપી તેના પર પોલીસે કાર્યવાહી કરી જ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 5:22 PM

રાજ્યમાં ડમીકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે. ડમીકાંડ કૌભાંડ અંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. યુવરાજસિંહ આપના નેતા હોવા છતાં તેને જે માહિતી આપી તેની સામે પોલીસે કાર્યવાહી કરી જ છે.

યુવરાજે તોડ કરી નામ જાહેર કર્યા નથી- હર્ષ સંઘવી

ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે યુવરાજે પ્લાન પ્રમાણે ડમીકાંડમાં તોડ કરી રૂપિયા પડાવ્યા. યુવરાજે તોડ કરી નામ જાહેર કર્યા નથી. જેના પોલીસ પાસે પુરાવા પણ છે. જેથી હવે ઉંડાણ પૂર્વક તપાસ કરાશે. આ કાંડમાં જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: ગુરૂએ બરબાદ કર્યું શિષ્યનું ભવિષ્ય ! ડમીકાંડનો આરોપી મિલન ઘુઘા બારૈયા છે ખૂબ તેજસ્વી, ગુરુએ મિલનને કૌભાંડમાં ધકેલ્યો

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

તો વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે ડમીકાંડના આરોપીઓની માહિતી છૂપાવવી તે પણ ગુનો બને છે. ડમીકાંડના આરોપી જેટલો જ નામ છૂપાવનાર વ્યક્તિ પણ ગુનેગાર બને છે. યુવરાજે ગુનેગારોનું નામ કેમ છૂપાવ્યું તે તપાસનો વિષય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">