AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: Ahmedabad: વટવા ઝોનલ કચેરીની સંવેદના, નારીગૃહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહનું NFSA કાર્ડ કઢાવી આપવામાં કરી મદદ

Gujarat Video: Ahmedabad: વટવા ઝોનલ કચેરીની સંવેદના, નારીગૃહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહનું NFSA કાર્ડ કઢાવી આપવામાં કરી મદદ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 5:59 PM
Share

Ahmedabad: અમદાવાદની વટવા ઝોનલ કચેરીએ માનવીય સંવેદના બતાવતા નારીગૃહમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી ચંદા કુશવાહની મદદે આવી છે. ચંદા કુશવાહના પતિનું અવસાન થયુ છે અને 17 વર્ષની દીકરી મસલ્સની બીમારીના કારણે હલનચલન પણ કરી શકતી નથી

અમદાવાદની વટવા ઝોનલ કચેરીએ માનવીય સંવેદના બતાવતા નારીગૃહમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી ચંદા કુશવાહની મદદે આવી છે. ચંદા કુશવાહના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. તેમને સંતાનમાં બે દીકરી છે. જેમા એક દીકરી 17 વર્ષની છે. જે મસલ્સની બીમારીને કારણે હલન ચલન પણ કરી શક્તી નથી. ચંદા કુશવાહ જ બંને દીકરીઓ સાથે પરિવારનું ભરણપોષણ કરી રહી છે.

ફિંગરપ્રિન્ટ્સ લેવા માટે વ્હીલચેરની મદદથી ઝોનલ ઓફિસે લાવવાની કરાઈ વ્યવસ્થા

આ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવા NFSAમાં સમાવેશ કરાયો છે. જો કે NFSA કાર્ડ કઢાવવા માટે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટટ આધારકાર્ડ સાથએ ઝોનમાં અપડેટ કરવી મુશ્કેલ હતી. આથી વટવા ઝોનલ કચેરીના ઓફિસર રોનક મોદીએ ડ્યુટી દરમિયાન ચંદા કુશવાહની સ્થિતિ વિશે જાણ થઈ હતી. આથી તેમણે અંગત રસ લઈ વ્હીલચેરની મદદથી તેમને મહેસૂલ ભવનમાં લાવવાની વ્યવસ્થા કરી. તેમની દીકરીના ફિંગર પ્રિન્ટ્સની છાપ લઈને અપડેટ કરી તેઓ યોજનાથી વંચિત ન રહે તેની કાળજી રાખી NFSA હેઠલ અનાજ પ્રાપ્ત થાય તે માટે પહેલ કરી. તમામ કામગીરી પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો:Ahmedabad: ખાનગી હોસ્પિટલે મહેકાવી માનવતા: લગ્નના 8 વર્ષ બાદ જન્મેલા જોડિયા બાળકોની વધુ સારવાર માટે દંપતી પાસે ન હતા પૈસા, એક પણ પૈસો લીધા વિના કરી સારવાર

સમગ્ર સ્ટાફ સાથે આસિટન્ટ ઝોનલ ઓફિસર સિલ્વરી પટેલ કચેરીની અંદર આ દીકરીને ઝોનલ કચેરીમાં લાવવા સહયોગ આપીને ફરજનિષ્ઠા દાખવી કતઁવ્ય પુરુ કયું અને એક લાભાર્થી પરિવારને અનાજ મળતુ થાય તેવી વ્યવસ્થા કરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 16, 2023 05:52 PM
g clip-path="url(#clip0_868_265)">