આજનું હવામાન : માવઠાનો માર યથાવત ! આ વિસ્તારમાં ખાબકશે ભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં વલસાડ, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે.40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે. પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અમદાવાદ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહેસાણા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. કચ્છમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ડાંગ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.