ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ! અંબાલાલ પટેલે કરી ધ્રુજાવનારી આગાહી – જુઓ Video
નવા વર્ષે અંબાલાલ પટેલે એક ધ્રુજાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રહેશે. વધુમાં આગામી દિવસોમાં 11 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
નવા વર્ષે અંબાલાલ પટેલે એક ધ્રુજાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરના અંતમાં ગુજરાત પર ફરી માવઠાનું સંકટ સર્જાઈ શકે છે અને રાજ્યમાં ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ રહેશે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને લોકોને આ વાત માટે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વધુમાં નવા વર્ષમાં પણ વરસાદ આવશે તેવી શક્યતા છે. 25 ઓક્ટોબર પછી વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગાહી અનુસાર, આગામી દિવસોમાં 11 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ કમોસમી હવામાનની સ્થિતિથી ગુજરાતમાં ત્રાહીમામની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
