Video : આગામી 24મી સપ્ટેમ્બરે યોજાશે રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી, 8 અરજદારોએ નોંધાવી ઉમેદવારી, નામ જાહેર થયા બાદ ભરશે ફોર્મ
ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળ અને ગુજરાત પ્રદેશ મંડળ મર્જ થયા બાદની આ પ્રથમ બેઠક છે. શાળા સંચાલક મંડળની એક બેઠક માટે 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડ ખાતે ચૂંટણી યોજવાની છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની આગામી 24 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. એ પહેલા શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરની મધુર ડેરી ખાતે યોજાઈ જેમા દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવેલા અરજદારો હાજર રહ્યા.
શાળા સંચાલક મંડળની ચૂંટણી માટે 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવાની છે. બેઠકમાં પ્રમુખ અને મહામંત્રીની પણ ઉપસ્થિતિ રહી હતી. સાંજ સુધીમાં પાર્લામેન્ટ્રી બોર્ડ ઉમેદવારના નામ જાહેર કરશે. પાર્લામેન્ટ્રી બોર્ડ ક્યા ઉમેદવારની પસંદગી કરશે તેના પર નજર છે. નામ જાહેર થતા ઉમેદવાર શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ફોર્મ ભરશે. 8 ઉમેદવારે શાળા સંચાલક મંડળની ચૂંટણી માટે ઉમેદાવરી નોંધાવી છે.