Rain News : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં 6.30 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

Rain News : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં 6.30 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2025 | 12:51 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના ભેંસાણમાં 6.30 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના ભેંસાણમાં 6.30 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જામકંડોરણામાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટના ગોંડલ અને અમરેલીના કુંકાવાવ વડીયામાં 4.13 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 3.58 ઈંચ, નર્મદાના નાંદોદમાં 3.07 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 20 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. તેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 217 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. સૌથી વધારે વરસાદ ભેંસાણમાં 6 ઈંચથી વધારે વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો