Rain News : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિજયનગરમાં ખાબક્યો વરસાદ, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિજયનગરમાં ખાબક્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 26, 2025 | 9:35 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામ બેટમાં ફેરવાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામ બેટમાં ફેરવાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં 3.98 ઈંચ વરસાદ વરસ્યો છે.

28 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ત્યારે નવસારીના ખેરગામમાં પણ 3.19 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગુજરાતના 28 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે ભાવનગર, દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં પડ્યો છે.જેના કારણે વિજયનગર તાલુકામાં આવેલા કેટલાક ગામમોમાં પાણી ભરાયા છે. જેના પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો