આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકી શકે છે અતિભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનવું છે કે 48 કલાક વરસાદનું જોર ઓછું રહેશે. ત્યારબાદ ફરી વરસાદની તીવ્રતા પ્રબળ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે. તો સ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 22 જૂને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે 22 થી 24 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની અંબાલાલે આગાહી કરી છે. આ સાથે જ વડોદરા, મહીસાગર, મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
